પ્રથમ…!!!

આપતો  તું પ્રથમ,
માણતો  હું  પ્રથમ.

મુજ વિચારો  સદા,
જાણતો  તું  પ્રથમ.

આશિષો હર વક્ત,
પામતો  હું  પ્રથમ.

ડૂબતી      નાવને,
તારતો  તું  પ્રથમ.

તોય   મજધારમાં,
નાખતો  હું  પ્રથમ.

કાર્ય  મુજ  હીતના,
ધારતો   તું  પ્રથમ.

એજ “રોચક” પથે,
ચાલતો  હું  પ્રથમ.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્દારિક  ૧૦
ગાલગા ગાલગા

image

તરી પણ જવાના…!!!

પ્રથા  છે, પ્રમાણે  મરી  પણ  જવાના.
જુદું, નામ  રોશન  કરી  પણ  જવાના.

ભલે  આવતું  તે’દિ  જોયું  જશે  પણ,
અમે મોતથી ક્યાં ડરી  પણ  જવાના ?

જરા   પાનખર   આવતાં, પીપળાના,
બધા,પાન સાથે  ખરી  પણ  જવાના.

છે   સંબંધ  વરસો  પુરાણા,  તણખલે,
એ સાગર,સલામત,તરી પણ જવાના.

છો અથડાય”રોચક” સતત એ કિનારે,
વળી તે જ પાછા  ફરી  પણ  જવાના.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્કારિબ ૨૦
લગાગા લગાગા લગાગા લગાગા

image

બટકી જાશે…!!!

સંધ્યા ટાણે,રવિ ક્ષિતિજે  છટકી જાશે,
ચંદ્ર  છે  નાજુક, જાળવ,અટકી  જાશે.

શમણાં  સુંદર  લાગે, તારી  યાદોના,
રાત્રી  લાગે છે   છાની  ભટકી  જાશે.

નંબર આપી દે સઘળા શમણાંઓને,
કોઈ  શમણું   ડાળેથી   બટકી  જાશે.

ક્ષણની  દૂરી, સાલોની  લાગે  ત્યારે,
આંખોમાં કણની માફક  ખટકી  જાશે.

“રોચક”જગ જીતીને આવીએ જ્યારે,
અંગત, આવીને ઉલટા  પટકી જાશે.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=અષ્ટકલ રર
ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

image

ગઝલ ક્યાં કહું છું કે “હા” હોવી જોઇએ !!!

મરીઝ સાહેબની ગઝલથી પ્રભાવિત મારી નાની ગઝલ…!!!

ક્યાં કહું  છું  કે “હા” હોવી જોઇએ,
ના ભલે,મીઠી “ના” હોવી જોઇએ.

પામવાની કોઇ પણ મુજ લાલસા,
અંતમાં  પૂરી “થા”  હોવી  જોઇએ.

એકલા  તો  આકરી   લાગે  સફર,
સંગ મારી પણ”ભા” હોવી જોઇએ.

પાપ  કરનારા   બધાને   આપશે,
જે સજાઓ,પણ”ખા”હોવી જોઇએ.

પાનખર સંગાથ”રોચક” આપણી,
જિંદગીને તો “જા” હોવી  જોઇએ,

-અશોક વાવડીયા,《રોચક》♡

# થા=થવી
# ભા=સંસ્કૃતિ
# ખા=ભારી, આકરી
# જા=જવું,

# છંદ રમલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

image

ગઝલ એકાંતી મિલન…!!!

સાગર   કિનારાની  જગા મળે,  
એથી   વધારે   શું  મજા  મળે.

હું તું ને સંધ્યા સંગ  એક  પળ,
એકાંતની  ગમતી   રજા  મળે.

ને ચાહવું  સીધી  એ  રીત  થી,
જો, કોઇ  તો  એવી  કલા મળે.

છે લાલસા તુજ  પામવા  સદા,
હર પળ મને,છો ને વ્યથા મળે.

ચાહત રહી”રોચક”,ભલે  ઘણી,
પણ,તુજ મિલન ની સજા મળે.

-અશોક વાવડીયા,《રોચક》♡  

# છંદ=રજઝ  ૧૭
ગાગાલગા ગાગાલગા લગા

image

કોણ માનશે…???

મારું  ય  માનપાન   હતું,  કોણ  માનશે ?
એથી ય વધુ  ગુમાન  હતું, કોણ  માનશે ?

હાઈકુ,ગીત,છંદ, ગઝલ, કાવ્ય  ને  ભુલી,
એની ઉપર જ  ધ્યાન  હતું, કોણ  માનશે ?

ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા,
હા એ, સરસ તો ગાન  હતું, કોણ  માનશે ?

હું તો હજી ય શોધુ છું સાગર જુઓ, દ્વિધા,
તટ પર જ,આ રુવાન  હતું, કોણ  માનશે ?

“રોચક” હશે ગુમાન તને કીર્તિ, સિધ્ધિ નું,
ખુદ પર મને ય માન  હતું, કોણ  માનશે ?

-અશોક વાવડીયા,《રોચક》♥

#છંદ=ષટ્કલ ૨૨ વિષમ
ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા

image

ગઝલ ગગનને ઓઢવું મારે…!!!

ગગનને ઓઢવું  મારે,
ધરા  એ પોઢવું  મારે.

મરણનું જે નવું કારણ,
એ શમણે ખોજવું મારે.

ભલે હો અંત જીવનનું,
છતા પણ મોજવું મારે.

ૐ, શ્રી સત્કાર કરવાને,
શિવાલય શોધવું મારે.

કરમને પામવા”રોચક”,
સતત છે  દોડવું  મારે.

-અશોક વાવડીયા,《રોચક》♥

# છંદ=હજઝ ૧૪
લગાગાગા લગાગાગા

image

ગઝલ મોત સત્ય છે…!!!

મોત સત્ય છે…!!!

ચાલતી  તારી  સફરની  વાત  કર,
તું સતત કાં એ મરણની વાત કર ?

મોત પર તો વાદ  થાશે  આપણા,
જિંદગી છે  તો  ધરમની  વાત કર.

આવશે તે તો  જવાના  એક  દિન,
જે તું પામ્યો એ કરમની  વાત કર.

પાનખર એ સત્ય જીવન  અંત છે,
આ સજેલી  તુજ ડગરની વાત કર.

શ્વાસ ખૂટ્યા ને  નજર  જાંખી  હવે,
આજ”રોચક”,તું ગમનની વાત કર.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા ગાલગા

image

ગઝલ વસંત…!!!

વસંત…!!!

થઈ વસંતી વાત  લાગે,
પાથરી નવ ભાત  લાગે.

કેસુડા  એ, જો  કરી   છે,
આજ ભેગી નાત  લાગે.

પાન  લીલું  એક  ફુટશે,
પાનખર પર ઘાત લાગે.

પાંગરી આ પ્રિત  વસંતે,
પુષ્પની એ  જાત  લાગે.

એજ “રોચક”આવશે જો,
ગઈ એ કાળી રાત લાગે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા

image

ગઝલ હેતોના મારા રાખું…!!!

હેતોના મારા રાખું…!!!

આંખોના  જળ,હું  તો  ખારા  રાખું,
થોડા   થોડા  પણ  નોધારા   રાખું.

ખાલી  મુખડાની   શોભા,ના ચાલે,
આ  દલડે   હેતોના   મારા    રાખું.

તમને ફાવે  તો  આવો  મારે  ત્યાં,
આ  સુંદર   રસ્તે   જળધારા   રાખું.

મીઠી  નિંદરમાં અડચણ  ના આવે,
સપનાને  પણ  હું   પરબારા  રાખું.

શું જીવનને સમજાવી શકુ,”રોચક”?
મારા જ  વિચારો,  લે  બારા   રાખું.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાગાગાગા ગાગાગાગા ગાગા

image